Rahulkumar Chaudhary

Children Stories Drama Children

3.5  

Rahulkumar Chaudhary

Children Stories Drama Children

ભગવાન હંમેશા સારું જ આપે છે

ભગવાન હંમેશા સારું જ આપે છે

1 min
128


એક સ્ત્રી કરિયાણું લેવા જાય છે.તેના જોડે તેનો નાનો બાળક પણ તેના જોડે જાય છે. કરિયાણાની દુકાનમાં કરિયાણું લેતા વખતે નાનો છોકરો શાંતિથી ઊભો રહ્યો હતો.આ બધું દુકાન ના માલિક જોઈ રહ્યા હતાં. નાના છોકરા ને દુકાન ના માલિકે કહ્યું,

દુકાનદાર:- બેટા તું બહુ સરસ છે.અને તું અહી શાંત ઊભો રહ્યો એનું તને ઈનામ આ ચોકલેટના ડબ્બામાંથી મુઠ્ઠી ભરી ને ચોકલેટ લઈ લે.

નાનો બાળક ચૂપ ચાપ ઊભો રહ્યો.

દુકાનદારે ફરી કહ્યું કે બેટા મુઠ્ઠી ભરી ને ચોકલેટ લઈ લે.

બે ત્રણ વાર કેહવા છતાં પણ પેલા બાળકે ચોકલેટ ના લીધી.

પછી દુકાનદારે જાતે જ મુઠ્ઠી ભરી ને બાળક ને ચોકલેટ આપી.

પછી એ છોકરો અને એના મમ્મી બંને ઘર તરફ ચાલવા લાગ્યા.

રસ્તામાં એના મમ્મી એ તેને પૂછ્યું કે બેટા તે પેલા દુકાનવાળા કાકા કહેતા હતાં છતાં પણ કેમ ચોકલેટ ના લીધી ?

બાળકે એ જવાબ આપ્યો કે મમ્મી જો હું ચોકલેટ લેત તો મારો હાથ નાનો એટલે થોડીજ ચોકલેટ આવત અને દુકાનવાળા કાકાનો હાથ મોટો હતો એટલે મે ચોકલેટ ના લીધી. મમ્મી વાત સાંભળી ને ખુશ થઈ ગઈ.

સાર: ભગવાન જોડે માંગવાથી હંમેશા એટલું જ મળે જેટલું માંગ્યું હોય પરંતુ ભગવાન માંગ્યા વગર હંમેશા વધુ જ આપે કેમ કે એમનો હાથ દુકાનવાળા કાકાની જેમ મોટો હોય !


Rate this content
Log in