Jagruti Pandya

Children Stories

4.0  

Jagruti Pandya

Children Stories

બાળકની ખુશી

બાળકની ખુશી

2 mins
162


દરરોજ ઘર આગળના ઝરૂખે બેસીને હું સૂર્યનારાયણ દેવતાની સાક્ષીએ સૂર્ય નમસ્કાર, યોગાસનો અને પ્રાણાયામ કરતી. મારી બરાબર સામે એક ઘર હતું, જેને  ઘરે ઝરૂખો ન હતો. તે સામેના ઘરે એક નાનું દસેક વર્ષનું બાળક હતું. આ બાળક દરરોજ સવારે મને ઝરૂખે યોગાસનો કરતાં જુએ અને ઉદાસ ચહેરે પાછું ઘરમાં વળી જતું. એક દિવસ અચાનક જ મારી નજર આ ઉદાસ બની જતાં બાળક પર પડી. તેનો ઉદાસ ચહેરો જોયા પછી હું વિચારવા લાગી, શું થયું હશે ? આ બાળક કેમ ઉદાસ છે ? સવાર પછી હું સ્કૂલમાં જતી રહેતી અને એ બાળક પણ સ્કૂલમાં.

આવું દરરોજ બનતાં, એક સવારે મેં મારા આસનો પડતાં મૂક્યા અને તે બાળકના મનને જાણવાની જિજ્ઞાસાથી હું તેની પાસે ગઈ. બાળક પાસે જઈને મેં પૂછ્યું : " શું થયુ બેટા ! કેમ ઉદાસ છે ?" તે બાળકે જવાબ આપ્યો : " આન્ટી, તમારે ઘેર ઝરૂખો છે તેવો મારા ઘરે નથી. " મેં તેને સમજાવતાં કહ્યું  : " એમાં શું છે ! તારા ઘરનો ચોક મોટો છે. મારે ઘેર નથી. દરેક ને કંઇકની પાસે કંઇક અલગ અલગ પ્રકારની વસ્તુઓ હોય છે, બધાં પાસે બધું નથી હોતું. જે છે તેનો જ ઉપયોગ કરી આપણે ખૂશ રહેવું જોઈએ." બાળક મારી વાત સમજીને ખૂશ થઈ ગયું. બાળક કહે : " આન્ટી, અમારા ટીચરે પણ અમને યોગાસનો, સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ કરવાનું કહ્યું છે. હું  ઝરૂખો ન હોવાને લીધે કરી શકતો નથી.માટે હું ઉદાસ બની જાઉં છું. "

બીજે દિવસે વહેલી સવારે મેં સામે તે મોનુને ( બાળક) બોલાવ્યો. અમે બંને જણાએ સાથે તેનાં ઘર આગળની મોટી ઓસરીમાં યોગાસનો કર્યા. મોનુના મોં પરની ખુશી બેહદ હતી. એ પછી અમે બંને નિયમીત રીતે સાથે જ યોગાસનો કરીએ છીએ.


Rate this content
Log in