Jagruti Pandya

Children Stories Fantasy

4.7  

Jagruti Pandya

Children Stories Fantasy

અપ્પુ રાજાની શિવ ભક્તિ

અપ્પુ રાજાની શિવ ભક્તિ

4 mins
262


“હર હર મહાદેવ – જય શિવ શંકર”

હા બાલમિત્રો, સતત શિવ સ્મરણ કરતા અપ્પુની વાત લઈને આજે આવી છુ.તો તૈયાર છો ને?

એક હાથી હતો.તેને બધા અપ્પુ name ઓળખતા હતા. આ હાથી ને ભગવાન શિવ પ્રત્યે અપાર ભક્તિ. સતત શિવનું નામ ‘ ઓમ નમઃ શિવાય’ સ્મરણ કરતો અને મસ્ત તેની મસ્તીમાં ડોલતો રહેતો. અપ્પુ એ જંગલમાં એક નદી હતી તેને કિનારે એક શિવલિંગ ની સ્થાપના કરી હતી. ત્યાં અપ્પુ રોજ નદીમાં સ્નાન કરીને શિવ લિંગ પૂજા કરે. હાથી શિવ ભક્તિથી બિલકુલ અજાણ હતો. પણ તેનો ભાવ ભરપુર હતો. શિવલિંગ પર તેની સૂંઢમાં તે , સ્નાન કર્યા પછી પાણી ભરીને લાવે અને અભિષેક કરે.ક્યારેક ફૂલ-પાંદડાં પણ ભગવાનને ચઢાવે. આ તેનો નિત્યક્રમ.

એકવાર એવું બન્યું કે અપ્પુ પોતાની સૂંઢ પર અભિષેક કરતો હતો ત્યાં જ ચાર પાંચ શિવભકતો જંગલમાંથી પસાર થતા હતા. તેમને જોયું કે હાથી શિવ પૂજા કરે છે. નક્કી અહી નજીકમાં નદી હશે.આજે આપણે અહી જ વિસામો લઈને સ્નાનાદિ પૂજાપાઠ કરીને આગળ વધીએ. અહી શિવલિંગ પણ  છે.તો શિવ પૂજા પણ થઇ જશે. આમ વિચારી આ શિવ ભક્તો અહી રોકાયા. સ્નાનાદી પરવાર્યા.પૂજા પાઠ કર્યા. જંગલમાંથી ફળ- ફૂલ ,બીલીપત્રો અને જલાભિષેક કર્યો. શિવમાનસ સ્ત્રોત્ર અને રુદ્રી પાઠો ના ગાનથી સમગ્ર જંગલમાં દિવ્ય વાતાવરણ પ્રસરી ગયું.

“પૂજા તે વિષયોપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ ,

સંચારહ પદયો પ્રદક્ષિણ વિધિ સતોત્રાણી સર્વાન્ગીરો,

યધ્યત કર્મ કરોમિ તત્દખીલમ

શંભો તાવારાધાનામ”

શિવ ભક્તોએ ગાયેલું આ શિવમાનસ પૂજા ગાન અને પવિત્ર શ્રાવણ માસનો મહિમા સાંભળીને હાથીનું મન ડોલી ગયું. હાથીએ જાણ્યું કે અત્યારે શ્રાવણ માસ ચાલે છે. અને આ શિવ ભક્તો તીર્થ યાત્રાએ નીકળ્યા છે. અને આ શિવભક્તો મહાકાલ ના દર્શને જાય છે. તો હાથીને પણ તેઓની સાથે મહાકાલ ના દર્શને જવાનું મન થઇ ગયું. હાથીએ આ શિવ ભક્તોને  વિનંતી  કરી કે, ‘મને પણ આપની સાથે લઇ જાઓ હું શિવ ના દર્શન માટે ખુબ જ આતુર છુ.’ અને જાણે અજાણે કરેલી અપ્પુની શિવ ભક્તિ ફળી હોય તેમ અને પુણ્ય ના પ્રતાપે અને મહાદેવ મહાકાલ ની જાણે આજ્ઞા થઇ હોય. મહાકાલ નો હુકમ થયો હોય તેમ શિવ ભક્તોએ પણ કોઈપણ જાત ની આનાકાની કર્યા વિના હાથી ને સાથે લઇ જવા માટે સંમત થઇ ગયા. હાથીને ક્યાં ખવડાવીશું અને શું ખવડાવીશું તેની પરવા કર્યા વિના હાથીને સાથે લઈને આગળ વધી ગયા.

આ શિવ ભક્તો આ હાથીની શિવ ભક્તિથી અજાણ નહોતા. બાબા મહાકાલનો જ આદેશ સમજીને સાથે લઇ ગયા. અને હાથીનું નવું નામકરણ “અપ્પુ રાજા“  કર્યું. શિવ ભક્તોને પણ આ હાથીને સાથે રાખવાથી ઘણી બધી સગવડતાઓ રહી. જ્યાં જાય ત્યાં લોકો હાથી અને શિવ ભક્તોને સાચવતા અને તેમને  વીસામા માટે અને જમવાની સગવડ કરી આપતા. હાથીને સાથે રાખ્યા પછી તેમને વધુ આગતા સ્વાગતા મળવા લાગી. તેઓ બધા ખુશ હતા. રસ્તામાં તેઓ જ્યાં જાય ત્યાં ભોજન તૈયાર થાય ત્યાં સુધીમાં તેઓ સ્નાનાદી, પૂજા પાઠ પરવારીને સત્સંગ કરતા. શિવ મહિમાનું ગાન કરતા. એમ કરતા કરતા બરાબર દશ દિવસ પછી તેઓ ઉજ્જૈન મહાકાલેશ્વર આવી પહોચ્યા. ઉજ્જૈન આવ્યા બાદ થોડો આરામ કરી,ફ્રેશ થઈને બાબા મહાકાલના  દર્શને ઉપડ્યા. “ બાબા મહાકાલ કી જય, બાબા મહાકાલ કી જય”ના નારાઓ બોલતા બોલતા ખુબ જ ઝડપથી આગળ વધવા લાગ્યા. અપ્પુ રાજાની ઝડપ પણ મહાકાલ ના દર્શન ને માટે આતુર એવી વધી ગઈ હતી. અંતે મહાકાલ ના આંગણે આવી પહોચ્યા.

મહાકાલને આંગણે આજે સૌ પ્રથમવાર શિવ ભક્તોમાં અપ્પુ રાજા પણ હતા. લોકોમાં અને ત્યાંના પુજરીઓમાં કુતુહલ હતું. કોણ જાણે કેમ પણ અપ્પુ હાથીની દ્રઢ શિવ ભક્તિ ને લીધે અને મહાકાલ ની કૃપા ને લીધે કોઈએ આ બાબત માટે વિરોધ પ્રદર્શિત કર્યો નહિ,અને અપ્પુ રાજાને મહાકાળના અભિષેક માટે  સ્વયંભુ શિવલિંગના અભિષેક માટે આગળ લઇ જવાયો. અપ્પુ હાથી ખુબ જ ભાવ વિભોર બની ગયો હતો. અપ્પુએ પોતાની આખી સૂંઢ ભરીને મહાકાલ પર જલાભિષેક કર્યો અને શિવ ભક્તિથી ગદગદિત સ્વરે મહાદેવની સ્તુતિ કરવા લાગ્યો. તેના શરીરે કંપન થવા લાગ્યું તેના રોમે રોમ મહાકાલ ની જય જયકાર કરવા લાગ્યા. અંતે અપ્પુ મહાકાલ ના ચરણોમાં નીચે બેસી શીશ નમાવી ઘણા સમય સુધી બેસી રહ્યો. તેની આંખોમાં આંસુની ધારાઓ વહેતી હતી.અપ્પુ હાથીના આંસુઓ થી મહાકાલ નો અભિષેક થયો.

મહાકાલ પણ અપ્પુ રાજા પર પ્રસન્ન થયા. મહાકાલ સાક્ષાત પ્રગટ થયા,હજુ તો અપ્પુની આંખો માં આંસુ હતા,મસ્તક નમાવેલુ હતું. મહાકાલે ઉભા થઈને અપ્પુને ઉભો કર્યો અને આશીર્વાદ આપ્યા અને પ્રસન્ન  થઈને કહ્યું, ”અપ્પુ ઉભો થા.હું તારી પર પ્રસન્ન છુ.માંગ માંગ માંગે તે આપું.” અપ્પુની ખુશીનો પાર નહોતો. અપ્પુએ મહાકાલ ને વંદન કર્યા અને માંગ્યું કે , “આપણા ચરણોમાં મારી ભક્તિ અવિચળ રહે.” મહાદેવે તથાસ્તુ કહ્યું અને અદ્રશ્ય થઇ ગયા. ત્યાં બધા લોકોને પણ અપ્પુને લીધે મહાકાળના દર્શન થયા. મંદિરના પૂજારીએ અપ્પુને કાયમ માટે અહી સેવામાં રાખી લીધો.

આજ રીતે , હે મહાદેવ હે મહાકાલ જેવા અપ્પુ હાથી પર પ્રસન્ન થયા તેવા અમારા સૌનાં પર પ્રસન્ન રહેજો દર્શન દેજો.જય જય મહાકાલ , જય મહાદેવ,, ઓમ નમઃ શિવાય.


Rate this content
Log in