Sapana Vijapura

Others

3  

Sapana Vijapura

Others

અમેરિકામાં કોરેન્ટાઇન 19

અમેરિકામાં કોરેન્ટાઇન 19

1 min
11.7K


ડિયર ડાયરી,

આજ અમે એકાઉન્ટન્ટ પાસે ગયા હતા. ત્યાંથી વોલમાર્ટ ગયા હતા. હું કાર ચલાવતી હતી. સામેથી મેં એક યંગ કપલને આવતા જોયું. બંને ખુશખુશાલ હતા. બંને હસતા હતા. એકબીજાનેનો હાથ પકડીને બંને એકબીજાને ધકકા મારતા હતા. અને બંનેનું ધ્યાન બસ એકબીજામાં જ હતું. આખી દુનિયા એક તરફ અને પ્રેમીની આંખો એક તરફ !

બંને એ માસ્ક પહેર્યા ના હતા. બંને હાથના મોજા પહેર્યા ના હતા. એકબીજામાં મસ્ત એવા હતા કે જાણે કરોના નામનો કોઈ વાયરસ એમને અડકીને પણ નહિ જાય. જ્યારે અમે કારમાં બેઠા હતા. હાથમાં મોજા મોઢા પર માસ્ક અને બંને એટલા ખામોશ જાણે હાલ હમણાં અમારા ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય એમ. ડાયરી એક વાત પૂછું ? શું ઉંમર થાય એટલે ચહેરા પરથી સ્મિત ઉડી જાય છે ? શું એકબીજાને મેણાં મારવા સિવાય કશું કહેવાનું નથી રહેતું ? શું ખામોશી એજ દરેક વાતનો જવાબ છે ? ક્યાં જતી હશે એ મસ્તી જે પેલા કપલમાં હતી. એ એકબીજામાં ખોવાનું અને નિર્મળ પ્રેમ ? ક્યાં જતા હશે ?


Rate this content
Log in