અજયબ બીમારી
અજયબ બીમારી
હકીમની ડાયરી : ત્રીજું પાનું.
"અદૃશ્ય બીમારી"
લેખક : કલ્પેશ પટેલ
બગદાદના શહેનશાહનો એક સંગેમરમર વિશાળ મહેલ હતો, જ્યાં તેની રાણી રહેતી હતી, ઝહીદા. વિલાસિતામાં ડૂબેલા એ મહેલમાં આ વર્ષે કંઈક અજીબ ઘટનાઓ બની રહી હતી.
એક બાદ એક મહેલના દાસ-દાસીઓ બિમાર પડતા ગયા. નવાબની નાનકડી પુત્રી સમીરા પણ હવે આ અજાણી બીમારીની ઝપેટમાં આવી હતી.
દરબારી તબીબો કહેતા કે હવા-પાણી ખરાબ છે, કોઈ કહેવાતા ફકીરો કહેતા કે કાલી છાયા છે, કોઈ બ્લેક મેજિકની વાતો કરે. નવાબ ગભરાઈ ગયો.
શહેરમાંથી હકીમ હાસમને બોલાવ્યો
હકીમ મહેલમાં પહોંચ્યો. તે એક ખૂણેથી બીજું ખૂણો જોવા, મહેલમાં ઘૂમ્યો, દાસીઓ સાથે વાત કરી, રસોડું તપાસ્યું. આખરે રાણીનો કમરો જોયો, જ્યાં ઝહીદા તેની દીકરી સમીરા સાથે બિછાને સૂઈ હતી.
હકીમના તક્ષશિલાના શિક્ષકના શીખવાડેલા શબ્દો એને યાદ આવ્યા
— "સત્ય હંમેશા છુપાયેલું હોય છે જ્યાં કોઈ જોવાનો વિચાર પણ ન કરે."
એણે જોયું કે દરરોજ ઝહીદા અને સમીરા માટે પાણી એક ખાસ સોનાના ગિલાસમાં લાવવામાં આવતું. ગિલાસ ખૂબ સુંદર હતો, એની બારિક કોતરણી અને હીરા જડેલા હતાં .
હકીમ એ ગિલાસને ઊલટાવી જો્યું — તળિયે એક પાતળી સફેદ પરત હતી. એને ખંજરીથી ખુદરીને થોડું જોયું, તો એ એક ઝેરી પદાર્થ હતો — સિસાના ઓક્સાઈડ, જે ન તો ગંધાય તેવું હતું, કે ન દેખાય તેવું , પણ ધીમે ધીમે શરીરમાં રોજ ધીમું ઝેર નાખતું હતું.
તેણે શહેનશાહ ને કહયું, હેરાજન
"હું જાણતો હતો," , "બીમારી અજયબ અને અદૃશ્ય છે, અને કારણ પણ અદૃશ્ય હશે."
"પણ આ રાણીના પ્યાલામાં ઝેર કોણે નાખ્યું હશે?" રાજા ગભરાઈ વિચારતો થઈ ગયો.
હકીમ હસ્યો, " હું પામર શું કહી શકું, એ તમારો રાજકીય ભેદ છે, રાજા જી . હું તબીબ છું, કસૂરવાર શોધવાનું કામ આપ જેવા તફતીષવાલાઓનો છે."
એ દિવસે,મહેલના તમામ સોનાના વાસણો ઓગાળી નવા બનાવી નાંખવામાં આવ્યા. ઝહીદા અને સમીરાની સારવાર શરુ થઈ અને ધીમે ધીમે તે સુધરવા લાગી.
હકીમની ડાયરીમાં એ દિવસ માટે એણે લખ્યું:
"બીમારી જો દેખાય તો તબીબ શોધે છે, પણ જ્યારે બીમારી અદૃશ્ય હોય, ત્યારે તબીબ નહીં — વિચાર શોધે છે."
---
