Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

3  

ચૈતન્ય જોષી

Inspirational

યાદ ન કર.

યાદ ન કર.

1 min
319


પગપાળા કરતા પ્રવાસ એ જમાનો યાદ ન કર,

ન્હોતો વાહનનો વિકાસ એ જમાનો યાદ ન કર,


નહોતી વીજળી કે સામ્રાજ્ય રોશનીનું હોવાનું, 

ન્હોતા ઠેરઠેર કૈં પ્રકાશ એ જમાનો યાદ ન કર,


હતું ભણતર મઝાનું માસ્તરની હતી બીક કેવી !

સોટી ખાઈને અભ્યાસ એ જમાનો યાદ ન કર,


ન્હોતી ફેશન, વ્યસન કે ટેન્શન કોઈ માનવમાં, 

હતી સોંઘારતની સુવાસ એ જમાનો યાદ ન કર,


હતી ઘૂંઘટમાં વધૂ જે મર્યાદાને પાળતી સતત,

ન્હોતા ખોટા ખર્ચા ખાસ એ જમાનો યાદ ન કર.


Rate this content
Log in