વ્યાકુળ મન
વ્યાકુળ મન
1 min
238
વ્યાકુળ મન કહે છે મારી મનોદશા સુધારો.
વ્યાકુળ મન કહે છે હવે તો સત્યને સ્વીકારો !
ખોટાં પગલાં ભર્યાંનું છે આ પરિણામ બધું,
વ્યાકુળ મન કહે છે પ્રામાણિકતા આવકારો.
ઉદ્વેગ મનનો, ફળ છે પૂર્વના દુઃષ્કર્મ જાગ્યાં,
વ્યાકુળ મન કહે છે હવે સનાતનના આચારો.
પ્રસન્ન ચિત્તે હોય છે વાસ પરમાત્માનો સદા,
વ્યાકુળ મન કહે છે કિન્નાખારી ઉરની વિદારો.
ન હોય સત્વનો વાસ મને કે પરા વહેતી મુખે,
વ્યાકુળ મન કહે છે ભૂલ્યા ત્યાંથી પાછા ફરો.
