વતન મારું
વતન મારું
1 min
499
પ્રાણથીય અધિક પ્રિય લાગે મને વતન મારું.
હરઘડી હરપળ હોજો એને સદા નમન મારું.
જ્યાં જન્મીને વીતાવ્યું શૈશવ ખેલતાં કૂદતાં,
માના અંક સમું જેણે કર્યું હંમેશાં જતન મારું.
શાળાજીવનનાં સ્મરણો પુનર્જીવિત થનારાંને,
ભાઈબંધ સઘળા તરવરે સંમુખ જે રતન મારું.
સાદ પાડીને રખે સત્કારતી શેરીગલીઓ મારી,
પગલે પગલે વધાવે થાય જ્યાં આગમન મારું.
એ ઠાકર મંદિરને શાળા જ્યાં શિક્ષણ પામ્યો,
જાણે હસીને આવકારે સફળ હો જીવન મારું.
