વસો શ્રીહરિ
વસો શ્રીહરિ

1 min

468
મારા પ્રત્યેક શ્વાસોશ્વાસે વસો શ્રીહરિ,
મારી ઉર તણી અભિલાષે વસો શ્રીહરિ,
અંતર મારું પ્રેમપદાર્થે ગયું સાવ રંગાઈ,
નયને બેસેલાં એ ચોમાસે વસો શ્રીહરિ,
રુંવેરુંવે રહી રામની ઝંખના ધનુર્ધારીની,
ના રહો દૂર પણ સદા પાસે વસો શ્રીહરિ,
બત્રીશ કોઠે દીપ પ્રગટ્યા દીવેલ રામનામ,
વ્યક્તિમાં મને વિભુ ભાસે વસો શ્રીહરિ,
રામાશ્રય અવિરત એક આધાર અવિનાશી,
ના રહેજો કેવળ આકાશે વસો શ્રીહરિ,
શરણાગત છું સચ્ચિદાનંદ પ્રેમના પ્યાસી,
જન્મજન્માંતર તણા પ્રવાસે વસો શ્રીહરિ.