STORYMIRROR

Jugal Kishor

Others

3  

Jugal Kishor

Others

વસંત

વસંત

1 min
27.5K


મારી બારીમાં હમણાંની હલચલ.

 

અંદર ને બહારની અધવચ્ચે ચોગઠામાં

અણકથીક કંઇક કંઇ ચહલ પહલ.

 

તાજી ફુટેલ કોઇ લીલીછમ આંગળીયો

અંદર શી આવવાને મથતી!

આવી કે આવશેની મીઠી સંભાવના

ગલી ગલી કરી કશુંક કથતી;

આવ્યાંનાં અંમથાંક એંધાણે આમ કાં  

ઘરવખરી થઇ ઉઠી ચંચલ!

 

પાંદડીએ આરપાર ચાળીને મોકલી

આછેરા તડકાની ઝાંયમાં

કલમું બોળીને થાય લખવાનું મંન

એના આવ્યાંની મીઠડીક લ્હાયમાં;

અક્ષરમાં અવતરતાં નંદવાઇ જાશેની

ભીતી આંગળીઓને પલપલ!

 

ટહુકો ખંખેરતું પીંછું હળવેકથી

હોડી લઇ તરતરતું આવ્યું,

સ્પર્શોમાં સળવળતું સળવળતું પળમાં તો

નસનસમય થઇ જઇને ભાવ્યું!

આવતલ ઋતુનાં એંધાણોના ઉભરાટે

ભીતર ને બહાર બધું છલક છલ!

 

વાસંતી વાયરાની ડાળખીએ કાલથી

મઘમઘતી ઝુલશે સવારો;

મંજરીની ગંધ હવે કેસરીયા સ્વાદના

સાખોમાં સજશે શ્રૃંગારો;

અંતરને આંગણે ઉમંગોના સાગમટાં

મંગળમય ઓચ્છવનાં અંજળ!

 

મારી બારીમાં હમણાંની હલચલ!


Rate this content
Log in