ઉજળિયાત
ઉજળિયાત

1 min

14K
પ્રાત:કાળે સુરજ ચડતો થાય આભે હજી, ત્યાં
આવી પહોંચે સમયસર શાં શેરિયું વાળનારાં!
સ્નાનાદિથી સહજ પરવારી, શુચિ વસ્ત્ર પ્હેરી,
ગંદું, મેલું, અહીં તહીં બધાંનું પડ્યું કાલનું, તે
વાળી ચોળી, ઝગમગ કરી જાય, સૌ આંગણાંને!
ચોખ્ખાંચોખ્ખાં તન, મન અને વાણીસંગાથ આવે,
સૌની દીધી, સહજ ધરમે, ગંદકીને સ્વીકારે.
“આપી જા
Advertisement
જો બહન, કચરો” સાંભળી સાદ, જાગે-
આંખો ચોળી અલસગૃહિણી મોં બગાડી, પછાડી,
આપી દેતાં ગૃહ–ભીતરની ગંદકી બેઉ, સાથે!
રોજિંદો આ ક્રમ બદલી નાખે જૂની માન્યતાઓ;
‘ઉંચાં-નીચાં કરમ’ તણી સૌ ક્ષુદ્ર વિભાવનાઓ.
ફેલાવે જે જગતભરમાં કુત્સિતા, ‘ઉચ્ચતા’ ના;
રેલાવે જે અણું-અણું શુચિતા, નકી, ‘શૂદ્રતા’ ના!
(મંદાક્રાંતા)