STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

વસંત આવી હશે

વસંત આવી હશે

1 min
22.9K

સાંભળી કોકિલનો ટહુકાર વસંત આવી હશે.

દેખીને ભ્રમર તણો ગુંજાર વસંત આવી હશે.


ખીલી ઊઠી પ્રકૃતિ પૂરબહારમાં આજે કેવી,

ભાળી વનરાજીનો સિંગાર વસંત આવી હશે.


પ્રણયઘેલાં હૈયાં એકલદોકલ થનગની રહ્યાં, 

આપતી પ્રકૃતિ આવકાર વસંત આવી હશે.


"પિહૂ પિહૂ" બપૈયાને "કૂહૂ કૂહૂ" કોયલ કેવી!

જોઈ વાતાવરણે ભાવસંચાર વસંત આવી હશે.


સૂરસપ્તક સજી રહ્યા મનોહર સંગીત છેડતા,

જાગ્યો જાણી રાગ બહાર વસંત આવી હશે.


Rate this content
Log in