વરસો વાદળ
વરસો વાદળ
1 min
273
ધરા કરી રહી પોકાર,
વરસો વાદળ અનરાધાર,
જળનીતંગી પારાવાર,
વરસો વાદળ અનરાધાર.
ગ્રીષ્મની' લૂ' ઊનીઊની,
વનરાજી દીસે છે સૂની,
પ્રતિક્ષા ચાતકની અપાર,
વરસો વાદળ અનરાધાર.
જળાશયો થયાં છે ખાલી,
થૈ પશુ-પંખીની બેહાલી,
જળ છે જીવનનો આધાર,
વરસો વાદળ અનરાધાર.
દશા કિસાનોની છે બૂરી,
કેટલી મેઘની હજુ દૂરી ?
રાહ જોઈ રહ્યા કૃષિકાર,
વરસો વાદળ અનરાધાર.
સૌનો એક છ છે બસ સૂર,
ભરી દ્યો જળ ભરપૂર,
દેવ પર્જન્ય રીઝો આભાર,
વરસો વાદળ અનરાધાર
