વરસાદમાં
વરસાદમાં

1 min

11.5K
મળી ગયો સાંવરિયો જાણે વરસતા વરસાદમાં.
મળી ગયો સાંવરિયો જાણે ગરજતા વરસાદમાં.
પ્રેમ પ્રહારે દીધી પલાળી તનમન થયાં લથબથ,
મળી ગયો સાંવરિયો જાણે ઝબકતા વરસાદમાં
હું એકલડીને વિયોગી કરતી પ્રતિક્ષા તારી કેવી !
મળી ગયો સાંવરિયો જાણે ખાબકતા વરસાદમાં
મન મારું થયું આચ્છાદિત તારા વિચારે રાચતું,
મળી ગયો સાંવરિયો જાણે ટપકતા વરસાદમાં.
થૈ ગઈ હું બહાવરી પિયુ મિલનની તડપ સતાવે,
મળી ગયો સાંવરિયો જાણે ધબકતા વરસાદમાં.