STORYMIRROR

Mukesh Maniar

Others

3  

Mukesh Maniar

Others

વરસાદી પ્રેમ પત્ર

વરસાદી પ્રેમ પત્ર

1 min
28.9K


એક છોકરાને મળ્યો
વરસાદી મોસમમાં
વરસાદી પ્રેમ પત્ર,
વાયા વોટસ એપ...
છોકરો તો થઈ ગયો ગાંડો,
ને માથે લીધું આખું વોટસ એપ,
ને છોકરાનાં ભાઇબંધો પણ
પડ્યાં અચંબામાં,
"પ્રેમનો પ ન જાણતા છોકરાને
કોણે મોકલ્યો પ્રેમ પત્ર?"
છોકરો તો બસ આખો દિવસ
મોબાઇલ ન મૂકે હેઠો,
ઘડી-ઘડી ખોલે એ
વોટસ એપ,
ને છોકરા પર ઢોળાય આખું ચોમાસું,
ને એ ચોમાસાની અસરે છોકરો
થઈ ગયો આખો લીલોછંમ,,
છોકરો તો ચોમાસું
પ્રેમપત્રનાં સાનિધ્યે કરે
કોયલ ની જેમ ટહુકા,
ને નાચે મોરની જેમ છમ છમ,
છોકરાનાં રોમે રોમ
જાગે વીજ તણો ચમકાર,
ને દિલમાં ઊતરે
કાળા ડીબાંગ વાદળો
તણો ગડગડાટ,
છોકરાને  ફળ્યું ચોમાસું,
ને છોકરા તો ગાવા લાગ્યો,
" આવ્યો રે વરસાદ!
લાવ્યો રે પ્રેમપત્ર...."
એક છોકરાને મળ્યો      
વરસાદી મોસમમાં
વરસાદી પ્રેમ પત્ર,
વાયા વોટસ એપ


Rate this content
Log in