STORYMIRROR

Mukesh Maniar

Others

2  

Mukesh Maniar

Others

તેમ છતાં વરસતો નથી વરસાદ...

તેમ છતાં વરસતો નથી વરસાદ...

1 min
14K


ઉગીને આથમે છે
દરરોજ સૂરજ,
તેમ છતાં વરસતો નથી વરસાદ
 
ઘેરાય છે કાળાડિબાંગ
વાદળો આકાશમાં,
તેમ છતાં વરસતો નથી વરસાદ
 
અરે! સાહેબ,આપ તો વરસવાની વાત કરો છો,
ખોટે ખોટો ગરજતો પણ
નથી વરસાદ,
ઉગીને આથમે છે...
 
જેઠ જ્યો, ને અષાઢ પણ
જાવું જાવું કરી રહ્યો છે,
તેમ છતાં નથી વરસતો વરસાદ,
ઉગીને આથમે છે...
 
હતો હવામાન કચેરીનો
વરતારો,
સમયસર આવશે વરસાદ
ને જામશે સરસ ચોમાસું,
તેમ છતાં વરસતો નથી વરસાદ,
ઉગીને આથમે છે...
 
જોઈને કાળાડિબાંગ
વાદળો આકાશમાં
મોર પણ થાક્યો છે
રોજ ઢેલ સામે નૃત્ય કરી કરીને,
બેસી ગયા છે કોયલના કંઠ
ટહુકા કરી કરીને,
ને...આકાશ તરફ મીટ માંડીને
 
બેઠેલાં ચાતકની ડોક પણ
દુ:ખવા લાગી છે,
તોય વરસતો નથી વરસાદ,
ઉગીને આથમે છે...
 
રેઇનકોટ, છત્રી ને સીટકવરોનું
કોઈ નથી અહીં લેવાલ,
ને સરકારી ચોપડે કંઈ કેટલાય
રોડ અને ચેકડેમો
થનગની રહ્યાં છે તણાવા,
તેમ છતાં નથી વરસતો વરસાદ,
ઉગીને આથમે છે...
 
વરસાદના સાદે ગેલમાં આવી જતાં
ભજીયાની લારીવાળા છે
સૂનમૂન,
કવિઓ બન્યા હતાશ,
ને પ્રેમ પંખીડા થયાં
ભગ્ન હર્દયી,
તેમ છતાં નથી વરસતો વરસાદ,
ઉગીને આથમે છે...
દરરોજ સૂરજ,
તેમ છતાં વરસતો નથી વરસાદ,
 
ઘેરાય છે કાળાડિબાંગ
વાદળો આકાશમાં,
તેમ છતાં વરસતો વરસાદ,
અરે! સાહેબ,આપ તો વરસવાની વાત કરો છો,
ખોટેખોટો ગરજતો પણ
નથી વરસાદ,
ઉગીને આથમે છે...


Rate this content
Log in