STORYMIRROR

Mukesh Maniar

Others

3  

Mukesh Maniar

Others

તું નથી

તું નથી

1 min
14.1K


તું નથી,
છતાં તારી યાદ છે,
 
તું નથી,
છતાં તને રોજ દિલથી
સાદ છે,
 
તું નથી,
છતાં તારી લાગણીઓને
ઝાકળભીનો વરસાદ છે,
 
તું નથી,
છતાં તારી સાથે
સંવાદ છે,
 
તું નથી,
છતાં તારી સાથેનો
પ્રેમ પ્રગાઢ છે,
 
તું નથી,
છતાં તારો રોજ
સ્વપ્નોમાં મેળાપ છે,
 
તું નથી,
છતાં પાનખરની ખળખળમાં
તારા પગરવનો અવાજ છે,
 
તું નથી,
છતાં તે રોપેલાં મોગરાનાં
ફૂલોમાં તારી મહેંક છે,
 
તું નથી,
અહીં મારી પાસે,
સ્થુળ સ્વરૂપે-સદેહે,
 
છતાં તું છે, છે,છે...
અહીં જ,
મારી આસપાસ...સદાય
 
કોઈના કોઈ સ્વરૂપે.
ને મારા દિલમાં,
રોમ રોમમાં,
હરએક શ્વાસમાં..


Rate this content
Log in