વરસાદી ફોરાં
વરસાદી ફોરાં

1 min

40
રૂમઝૂમ પગલે આવ્યાં વરસાદી ફોરાં.
રખેને અવનીને ભાવ્યાં વરસાદી ફોરાં.
અમીછાટણાં અંબરનાં આશા જગાવે,
ધરાએ સપનાં સજાવ્યાં વરસાદી ફોરાં.
ધરીને રૂપ સરોવડાંનું રેણુ ઊડતી રોકે,
વિહંગ વૃંદે રે વધાવ્યાં વરસાદી ફોરાં.
આકાશે ધર્યું હાથ રખેને અક્ષયપાત્ર,
તરુપલ્લવે એ ચળક્યાં વરસાદી ફોરાં.
વસુધા થઈ પુલકિત સ્વાતિજળવત્,
માનવે રે મુખ મલકાવ્યાં વરસાદી ફોરાં.
મેઘ બનીને દાતા એપિસોડ બતાવતો,
વામઅંગ મહીનાં ફરક્યાં વરસાદી ફોરાં.