Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

વરસાદ

વરસાદ

1 min
152


આખરે રાહ જોવડાવી જોવડાવીને તું આવ્યો ખરો !

પાણીનાં મબલખ ટેન્કરોને સંગાથમાં તું લાવ્યો ખરો !


કહે છે લોક કે ધીરજના ફળ હરહંમેશ મીઠાં હોય છે,

કૃષિકારોને મૂક પશુઓને આવીને તું હરખાવ્યો ખરો !


મૂકી દીધી હતી આશા મનુજે દુઃષ્કાળની દહેશતમાંને,

પાછોતરો તો પાછોતરો આગમનથી તું ફાવ્યો ખરો !


જળ જીવન બનીને આભેથી અનરાધાર વરસી રહ્યો,

મોડું મોડું પણ જલામૃત જગકાજે ધરાને મળ્યો ખરો !


રિસાયો હતો કંજૂસ ને ક્રૂર બનીને તું દેવ હે પર્જન્યને,

વટક આજે જાણે કે વાળી દેવા છેવટે પધાર્યો ખરો !


Rate this content
Log in