વરસાદ
વરસાદ
1 min
184
પ્રભુ તારી કૃપા બનીને વરસાદ આવે,
રખે અવનીને અંબરનો પ્રતિસાદ આવે.
ઝંખી રહી વસુંધરા આજે મેઘજળને,
એને હરિયાળી વર્ષા પછીની યાદ આવે.
પોકારે મયૂરો કરીને નૃત્ય પર્જન્યદેવને,
ને વળી કૃષિકારોની કેવી ફરિયાદ આવે.
તરસ્યું ચાતક પરાકાષ્ઠાએ સ્વાતિ કાજે,
વરસો અનરાધાર મેહુલા એનો સાદ આવે.
સૂની જળરાશિ આભે મીટ માંડી બેઠી,
એને કલરવ ઝરણાં તણો નિનાદ આવે.
