STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

વરસાદ તું !

વરસાદ તું !

1 min
196

હવે તો કૈંક જરા સમજ વરસાદ તું ! 

ખાલીખાલી ના ગરજ વરસાદ તું !  


આભે ઘટાટોપ ઘન થઈને બેસતો,

તારી સમજને ફરજ વરસાદ તું ! 


સૂરજ જેવા સૂરજને ઢાંકી બેઠો,

ચૂકવ લબ્ધિનું કરજ વરસાદ તું ! 


અહીં સૌ રાહ જોઈને તડપતાને,

છે જળની સૌને ગરજ વરસાદ તું ! 


વરસ વરસ અનરાધાર આભેથી, 

તું ના બન પોતાનો જજ વરસાદ તું ! 


મંડી પડ તું તારું મન મૂકીને આજે,

આળસ વરસનું તજ વરસાદ તું ! 


વરસી વરસીને જાજે વીરમી મેઘ,

વ્યોમે ઇન્દ્રધનુ સરજ વરસાદ તું ! 


Rate this content
Log in