વરસાદ તો
વરસાદ તો
1 min
10
હવે તો હદ કરે છે વરસાદ તો.
કાયદાને રદ કરે છે વરસાદ તો.
ઘરમાં દરિયો લાવી દીધો આણે,
બીના દુઃખદ કરે છે વરસાદ તો.
પૂરપ્રલયને મેઘતાંડવ છે ગોઝારું
પોતાનો મદ કરે છે વરસાદ તો.
ભરખી ગયો એ કેટલાય જીવોને,
ના પૂર્ણિમા વદ કરે છે વરસાદ તો.
છીનવી લીધો આશરો રંકજનનો,
થૈને એ મરદ કરે છે વરસાદ તો.
અતિવૃષ્ટિના અત્યાચારે આફત,
પગલાંને જલદ કરે છે વરસાદ તો.
હવે તો જવું જ જોઈએ એમણે,
કીચડને ખદબદ કરે છે વરસાદ તો.
