STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

વૃક્ષોના ઉપકાર

વૃક્ષોના ઉપકાર

1 min
12.2K

શીતળ વાયુને જે વિંઝતાં રે લોલ.

ૠતુના પ્રહાર જે ખમતાં રે લોલ

કરતાં એ અહર્નિશ ઉપકાર રે

વૃક્ષોની વાત જગથી જૂદી રે લોલ.


ભંડારો અન્નનાં જે પૂરતાં રે લોલ.

આપી ઔષધ રોગ હરતાં રે લોલ.

ના આવે કોઈ હારોહાર રે.

વૃક્ષોની વાત જગથી જૂદી રે લોલ.


અંગ ઉપાંગો કામ લાગતાં રે લોલ.

બનીને દ્વાર ઘરમાં વસતાં રે લોલ.

પૂરતાં એ પ્રાણ પારાવાર રે.

વૃક્ષોની વાત જગથી જૂદી રે લોલ.


અંગાર આક્રમણને રોકતાં રે લોલ.

સાદ કરી મેઘને બોલાવતાં રે લોલ.

પ્રદૂષણને જે ટાળનાર રે.

વૃક્ષોની વાત જગથી જૂદી રે લોલ.


Rate this content
Log in