વૃક્ષ
વૃક્ષ
તરુલતાની લીલી ચાદર,
કુદરતના શણગાર જી,
વૃક્ષોના શ્વાસો શ્વાસે,
ધરતીનો આધાર છે,
વૃક્ષો બન્યા પ્રેમનું પ્રતિક,
બીજ અને માટી છે,
આયુર્વેદનું અમૃત બન્યું,
વૃક્ષની ઔષધિ છે,
&
nbsp;
વડલો લીમડો પીપળો વૃક્ષ,
શીતળતાનો છાંયો છે,
પોલ્યુશન હવામાં એવું,
જોખમ વધતું જાય છે,
વૃક્ષોની તમે રક્ષા કરો,
અસ્તિત્વ સૃષ્ટિનું છે.