Buy Books worth Rs 500/- & Get 1 Book Free! Click Here!
Buy Books worth Rs 500/- & Get 1 Book Free! Click Here!

ચૈતન્ય જોષી

Others


4  

ચૈતન્ય જોષી

Others


વિવેકી

વિવેકી

1 min 23K 1 min 23K

એ છે ખરો વિવેકી જે નીરક્ષીરને જુદાં કરે,

એ છે ખરો વિવેકી જે નિજમતિને વાપરે.


ન જુએ ગુલાબમાં કાંટા કે ફરિયાદ ઉચ્ચરે,

એ છે ખરો વિવેકી જે ગુલ પર નજરને ધરે.


ન મળેલાંનો ન હોય વલોપાત જેને હરઘડી,

એ છે ખરો વિવેકી જે મળેલાંથી મનને ભરે.


ના હોય ઉપાલંભ જેને બ્રહ્માની આ સૃષ્ટિમાં,

એ છે ખરો વિવેકી જે આશાવાદે જીવતો ફરે.


હોય સત્યનો પક્ષ જેને સદાચારે જીવન જીવે

એ છે ખરો વિવેકી જે તાટસ્થ્યમાં પાર ઊતરે.


Rate this content
Log in