STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

વિસમતા

વિસમતા

1 min
158

સાચું બોલનાર તો સદા સહેવાનો,

એવો છે જમાનો આજે,

એને કોણ પછી સહકાર દેવાનો ?

એવો છે જમાનો આજે,


પ્રમાણિકતાના પથ પર ચાલવું,

છે એ તો ધાર ખાંડા તણી,

સમાજ એને તો નમાલો માનવાનો,

એવો છે જમાનો આજે,


કરી સાચાખોટાં નિયમોને નેવે મૂકીને,

સફળતા પામી જનારો,

લોકનજરે એ હોશિયાર ગણાવાનો,

એવો છે જમાનો આજે,


સ્વાર્થ સાધવામાં હોય શૂરો,

એ બીજાને છેતરી હરખવાનો, 

દુનિયાની વાહવાહીમાં એ પૂજાવાનો,

એવો છે જમાનો આજે,


લોભ લાલચ આપીને હોય,

જે ભોળાંને હંમેશાં ઠગનારો,

પામે એ પૈસોને વળી એ માણવાનો,

એવો છે જમાનો આજે,


કહે "દીપક" છોને હોય ફૂલાતો,

હરખાતો મદમાતો કેવો!

પણ ઈશ્વરની નજરથી ઊતરવાનો,

એવો છે જમાનો આજે.  


Rate this content
Log in