વિશાળ
વિશાળ

1 min

36
છે એ ખરેખર મહાન, જેનું મન હોય વિશાળ.
છે એ ખરેખર મહાન, જેનું દિલ હોય વિશાળ.
ના મનમાં કશું ભરીને રાખે, ભૂલવાનો સ્વભાવ,
છે એ ખરેખર મહાન, જે ઉરની લેતા સંભાળ.
કટુ પ્રસંગને સહજતાથી લેતા જે સ્વીકારી વળી,
છે એ ખરેખર મહાન, ચાહે ગમે તે ન હોય કાળ.
સુણી વાણી વૈખરી અવરની ના રોષ જેને આવે,
છે એ ખરેખર મહાન, કદી ન વરસાવે અગનઝાળ.
નયને હોય નેહ નીતરતો ને ચંદન સમી હો વાણી,
છે એ ખરેખર મહાન, જે કદી ના કાપતા ઝાડ.