વહાલમ આવોને
વહાલમ આવોને


આપ્યાં મેહુલિયે તારાં એંધાણ વહાલમ આવોને,
કહી રહી પ્રકૃતિ મનભરી માણ વહાલમ આવોને.
નયન અધિરાં તવ દરશન કાજે બહાવરી થૈ બેઠી,
લાગણી સમાં વારિની નથી તાણ વહાલમ આવોને.
ફરકે અંગો વારેવારે શુકન હશેને એય પ્રિયતમ!
માનવું એને હવે મારે શેનું પ્રમાણ વહાલમ આવોને.
ઊભરી રહી જળરાશિ ખળખળ વહેતાં સલિલ,
એને પ્રેમ પરભુ તણો સદા જાણ વહાલમ આવોને.
ઠારી ધરિત્રીને કેવી મેઘરાજાએ વરસી વરસીને,
તું પણ રાખ એટલી ઓળખાણ વહાલમ આવોને.
ટપકે જળબિંદુ ઘરને નેવે એક ઉર મારું પળપળ,
જાણે કે આભે છૂપાયો રે ભાણ વહાલમ આવોને.