વેક્સિન મૂકાવીએ
વેક્સિન મૂકાવીએ
1 min
160
કોરોનાથી બાથ ભીડવા વેક્સિન મૂકાવીએ,
નિજને સલામતી બક્ષવા વેક્સિન મૂકાવીએ,
ના ડરીએ એ કાળમુખા કોરોનાથી લેશમાત્ર,
કુટુંબને નિર્ભયતા આપવા વેક્સિન મૂકાવીએ,
એસ એમ એસ ને અનુસરીએ આ કોરોનાકાળમાં,
તંદુરસ્તીનું નિર્માણ કરવા વેક્સિન મૂકાવીએ,
આપણે પણ મૂકાવીએ પડોશીને સમજાવીએ,
કોરોના સામે ઢાલ ધરવા વેક્સિન મૂકાવીએ,
વિદારીએ અંધશ્રદ્ધાને ખોટો ભય કે અફવા,
સ્વસ્થ સમાજ બનાવવા વેક્સિન મૂકાવીએ.
