વેદના મારી.
વેદના મારી.

1 min

157
કદાચ શબ્દોથી ના સમજાય વેદના મારી,
તું શબ્દોના અર્થમાં અટવાય વેદના મારી,
હરઘડી હરપળ છે રજૂઆત કરનારો હું,
તોય મુખથી સ્મિત છલકાય વેદના મારી,
સંવેદના સાવ બૂઠી થઈ ચૂકી છે આજ તો,
તારા અંતર લગી ન પહોંચાય વેદના મારી,
ધબકાર ઉરતણા લાગણીશૂન્ય બની જતા,
મૌન નયનની ભાષામાં પરખાય વેદના મારી,
વિષ જગતના જીરવીને બેઠો છું આજકાલ,
અમી પીવાથી ના અમર થવાય વેદના મારી.