વાત્સલ્ય તારું !
વાત્સલ્ય તારું !
1 min
248
કોની સાથે સરખાવું મા વાત્સલ્ય તારું ?
કયા મોલ થકી મૂલવું મા વાત્સલ્ય તારું !
જનેતા તારો પ્રેમ બેનમૂન છે દુનિયામાં,
તુલના કરવામાં ન ફાવું મા વાત્સલ્ય તારું,
હરિ પણ જ્યાં હાર પામે તારી આગળ,
તારા જેવું કોણ બતાવું ? મા વાત્સલ્ય તારું,
સો જન્મો ઓછા પડે ૠણ ચૂકવવામાં,
તારી યાદમાં હું તડપાવું મા વાત્સલ્ય તારું,
માતૃપ્રેમ પામવા ખુદ ઈશ પણ ઝંખતા,
તારા જેવું મા મારે થાવું મા વાત્સલ્ય તારું !
