વાત છે
વાત છે
1 min
285
પડ્યું પાનું નિભાવવાની વાત છે,
ઉરની ઓષ્ટે ન લાવવાની વાત છે.
મનને મનાવી લઈએ મળેલાંથી,
ન ફાવે તોય ફવડાવવાની વાત છે.
ભૂલી જઈએ અવળા અતીતને,
લાલીમા તમાચે રાખવાની વાત છે.
છોને અંતર હોય આક્રંદ કરતુંને,
મીઠા શબ્દે મલકાવાની વાત છે.
શું ચાલે જ્યાં વિધિની હો વક્રતા,
વિષઘૂંટને ગળે ઊતારવાની વાત છે.
