વાણી
વાણી
1 min
245
વ્યક્તિની પ્રથમદર્શી ઓળખ આપે છે વાણી,
મનના ઊંડાણ પણ ક્યારેક તો માપે છે વાણી,
સંસ્કારના સિંચને પરા વાણી મુખ પર વસતી,
દૃષ્ટના સંગાથે વૈખરી ક્વચિત સંતાપે છે વાણી,
મધુર વાણી કોકિલ કીર સમ ગણાય જગતમાં,
કટુ ભાષણે કાક સમ સંબંધોને કાપે છે વાણી,
રીઝ ખીજ બંને વાણી તણું પ્રતિબિંબ માનવું,
ઉન્નતિ કે પતનના નકશાને એ છાપે છે વાણી,
તમોગુણ વૈખરીને સત્વગુણ પરામાં વસનારો,
મધુવેણે ચિરઃસ્થાયી સંબંધો સ્થાપે છે વાણી.
