વાદળ વરસે
વાદળ વરસે
1 min
543
કોઈ ગાવ મેઘ મલ્હાર, વાદળ વરસે.
આભેથી થાય અમીધાર, વાદળ વરસે.
રીઝાવો દેવ પર્જન્યને લાવી નૈને ધાર,
વરસાવે ઇન્દ્ર્ પારાવાર, વાદળ વરસે.
જળ એ જ જીવનને જીવનનો આધાર,
આભે થાય વીજ ચમકાર, વાદળ વરસે.
ઊભરાય નદીનાળાંને સર્વત્ર જયજયકાર,
આભે ઇન્દ્રધનુના આકાર વાદળ વરસે.
થાક્યા મયૂરો બોલાવી સૂના થયા ટહૂકાર,
હવે તો વરસો અનરાધાર, વાદળ વરસે.
