ઉરવાસી
ઉરવાસી
1 min
311
કોઈની ઉદાસીને જરા વાંચી જુઓ,
કોઈની વેદનાને વળી વિચારી જુઓ,
કેવળ આપણાં રોદણાં રળ્યેથી શું ?
કોઈના ઝખમને કદી સંભાળી જુઓ,
દેખાશે જો પરમેશ પર સેવામાં કદી,
કોઈની મુસીબતને તમે વિદારી જુઓ,
વસે છે વિભુ પ્રત્યેકના ઉરે ધબકતો,
દુઃખીની સેવામાં એને પામી જુઓ,
નથી વૈંકુઠ કે ક્ષીરસાગરે સદાય એ,
કોઈના હરખમાં એની હાજરી જુઓ.
