તટિની
તટિની
1 min
197
ગામનું પાદર શોભાવે છે તટિની.
ગામની ગાથા દીપાવે છે તટિની.
શીળી જળરાશિ જેણે સમાવી,
મેઘને પેટાળે સમાવે છે તટિની.
વારિ એનું અમરત સમું સદાએ,
ખેચરને પણ બોલાવે છે તટિની.
રમણી સમી એ પ્રકૃતિનું અંગ જે,
કિનારે સૌને આવકારે છે તટિની.
પશુપંખી ગ્રીષ્મે શીતળતા પામે,
રખે માનવતા સ્વીકારે છે તટિની.
ચોમાસે જાણે કે ખીલી ઊઠતી,
છલકતાં નીરે ઊભારે છે તટિની.
