ટહુકો તારો
ટહુકો તારો


હરાયું હૈયું મારું સાંભળતાં ટહુકો તારો,
પરવશ મન મારું સાંભળતાં ટહુકો તારો,
રણકતી ઘંટડી શી મધુર રવ ઉપજાવતી,
મને લાગ્યું સારું સાંભળતાં ટહુકો તારો,
સુમધુર હાસ્યને દંતાવલિ મનને મોહતી,
તેં કર્યું તારું ધાર્યું સાંભળતાં ટહુકો તારો,
ચરણ પાયલ સુમધુર ધ્વનિ કરી ગુંજતાં,
કેટકેટલું મન વાર્યું સાંભળતાં ટહુકો તારો,
તરુલત્તા ઓથેથી સુલભ દીદાર તારાને,
અંજાન રાહે હંકાર્યું સાંભળતાં ટહુકો તારો.