તરંગી
તરંગી

1 min

21
ના કશી પ્રગતિ કરી શકે હોય મન તરંગી.
ના મુસીબતોની સામે ટકે હોય મન તરંગી.
સ્થિરતા એ જ બુનિયાદ છે કર્મપથ તણી,
અસ્થિરતા ગમે ત્યાં ખાબકે હોય મન તરંગી.
કમી આત્મવિશ્વાસતણી વિચારો બદલાતાં,
વારંવાર વિચારો એને ઝબકે હોય મન તરંગી.
થાય છે અપવ્યય શક્તિનો તરંગી માનસથી,
આવે અશ્રુ ના કદીએ મલકે હોય મન તરંગી.
અચળતા માનવીની આભને અંબાવનારી છે,
ડગલેને પગલે મન ચડે હીંચકે હોય મન તરંગી.