STORYMIRROR

Jayesh Prajapati

Others

3  

Jayesh Prajapati

Others

તમારી જ સાડી હતી

તમારી જ સાડી હતી

1 min
13.8K


છેક ઊંચે ઉછાળી પછાડી હતી,

જાતને કંઈ વખત એમ ફાડી હતી.


નાખી દીધી મેં કટકા કરી લાગણી,

લોક સમડીને કાયમ જમાડી હતી.


જખ્મ દઈ ક્યાં તને કોઈ આરામ છે?

ઊંઘ તારી અમે પણ બગાડી હતી.


યાદની ડાળ પર એ ટહૂકે હજી,

એક કોયલ, અકારણ ઉડાડી હતી.


કેમ આવે નહીં ઊંઘ સારી મને?

ઓઢવા 'મા' તમારી જ સાડી હતી.


Rate this content
Log in