STORYMIRROR

Jayesh Prajapati

Others

3  

Jayesh Prajapati

Others

ગઝલ દર્પણ

ગઝલ દર્પણ

1 min
27K


રાઈ જેવા પ્હાડ જેવા થઈ ગયા,

જખ્મ મારા જાનલેવા થઈ ગયા.


આંસુઓ આવે નહીં મોસમ મુજબ,

બારમાસી ઘરના નેવા થઈ ગયા.


હું સનમની વાત તમને શું કરું?

એ હતાં કેવાં ને કેવાં થઈ ગયા.


કાચની સામે જરા ઊભા રહ્યા,

જે હતા જેવા એ તેવા થઈ ગયા.


સોયના નાકા સમી આપી જગા,

દુઃખ સાળા રોજ હેવા થઈ ગયા.


એ જરા નજદીકમાં આવ્યાં અને,

આપણે લેવા ને દેવા થઈ ગયા.


કોઈના પર શું ભરોસો આવશે ?

કેવા કેવા જેવા તેવા થઈ ગયા.



Rate this content
Log in