STORYMIRROR

Jayesh Prajapati

Others

3  

Jayesh Prajapati

Others

ગમી ગયાં

ગમી ગયાં

1 min
14.2K


જરાક આંસુ આંખથી ઝમી ગયાં,

પ્રવાહ કૈક સામટા સમી ગયા.


ન ખાસિયત કોઈ, ખરાબી ના કોઈ,

ગમ્યાં તો બસ અકારણે ગમી ગયાં.


કશું તો છે તવંગરોની ભૂખમાં,

ગરીબ નારના ઘરે જમી ગયાં.


રમત તો એજ છે, સખાય એજ છે,

ફરક છે એ, જુદી રીતે રમી ગયા.


બધાને એજ કારણે અમે ગમ્યા,

મળ્યા જે એ તમામને નમી ગયા.


સામગ્રીને રેટ આપો
લોગિન