STORYMIRROR

Jayesh Prajapati

Others

3  

Jayesh Prajapati

Others

આ નદી

આ નદી

1 min
13.5K


એક સરખી કયાં વહે છે આ નદી,

કેટલી અડચણ સહે છે આ નદી.


થાય ખળખળ ને કદી ગંભીર એ,

કેમ અવઢવમાં રહે છે આ નદી.


ક્યાંક ઉાંડી, ક્યાંક થાયે છીછરી,

કોણ જાણે શું ચહે છે આ નદી.


છે નિરંતર, એકઘારી, પણ સદા,

સાવ કોરી બસ વહે છે આ નદી.


આ પહાડોની ભુજા છોડ્યાં પછી,

એકલી જાણે રહે છે આ નદી.


Rate this content
Log in