તમારાં પગલે
તમારાં પગલે


કેકારવ મયૂરનો સંભળાય તમારાં પગલે,
પાનખર વસંતમાં પલટાય તમારાં પગલે,
મધુમિલનની ઘડી મોંઘી પ્રતિક્ષા વિરમાય,
અંતર આનંદથી ઊભરાય તમારાં પગલે,
થૈ નવપલ્લવિત વનરાજીને ભ્રમર દેખાય,
ટહુકાર કોકિલનો પરખાય તમારાં પગલે,
પરાકાષ્ઠા પ્રતિક્ષાની સાનભાનને ભૂલાય,
સન્મુખ સાઁવરિયા શરમાય તમારાં પગલે,
ના રહે ખબર સુધ્ધાં સમય કેમ વીતી જાય ?
ધન્યતા જીવનની એ ગણાય તમારાં પગલે.