તારી મૈયત
તારી મૈયત
કાળા હતા કેશ તમારા, ચહેરો સુંદર હતો ખુબ
ચારે તરફ પ્રસરેલો, તારી સ્મ્રુતીનો એ ધૂપ
હોઠો પર લગાડેલ લાલી, કાનમાં હતી બાલી
સાચે તમારા વગર આ જીવન લાગે છે ખાલી ખાલી
ગળામાં હતો હાર, અને ચેહરાનો સાજ શ્રિંગાર
તમારી છ્બી પર લગાડેલ પેલો સુખડ નો હાર
સાડી હતી રેશમની, લટકાવેલ ચાંદીનો ઝુડો
તમે અને તમારો સ્વભાવ હતો બહુ રૂડો
તારા હાથની એ બંગડી,
મને યાદ આવી બાળપણની લંગડી
તમારી ખનકતી પાયલ અમે થઇ ગયેલા ઘાયલ
તમારા નખ માં લગાડેલ રંગ
મારા હ્ર્દય નો થયો ભંગ
વિરહ અનુભવી રહ્યુ છે મારૂ પ્રત્યેક અંગ
મારા મન ને હજી પણ એ ભડકા યાદ છે
અને એ ભડ્કા માં એક વાદ છે, જેમાં તારો જ સંવાદ છે,
તુ ચાલ્યી ગઈ તુ કદી નહી આવે
એ મન માનતુ નથી,મન તો અજાણ છે
જે વાસ્તવીકતા સ્વીકારતુ નથી
હું એજ ચોરાહા પર તારી ચાહ શોધી રહ્યો છું
હું ત્યાંજ ઉભો રહી આગળ ની રાહ શોધી રહ્યો છું
મારા જીવનમાં હજી પણ એક સાદ છે
હજી પણ મારા સ્મૃતિ પટલ પર તારી મૈયતની યાદ છે
