હું એક મુંબઇકર
હું એક મુંબઇકર
ભારતના પશ્ચીમ કિનારે વસેલી આ નગરી
મુંબઈ છે જેનુ નામ
રોજ બ રોજ દોડ્તી રહેતી ઘડીયાળને કાંટે
ક્યારેય ન રુકતી ન કરતી એ આરામ
દિવસ રાત ખડ ખડ કરતી ધમની જેવી
બાર ડ્બ્બાની લોકલ છે આ શહેરની છે જાન
ચાલો હવે અંદર જઇએ જોઇએ શું થાય છે
અહીં તો એકજ છાપુ ઘણા ધ્વારા વંચાય છે
કેટ્લાક મળેલા આ સમયનો સદ્ઉપ્યોગ કરી
ઘડી બે ઘડી અશાંતી વચ્ચે પણ સુઇ જાય છે
કોઇ મારે છે ગપ્પા ને કોઇ બોસના ચાળા ખાય છે
કેટ્લાક સમય કાઢીને પ્રભુના ભજન ગાય છે
જ્યાં રાત્રે પણ જીવનની ગાડીથોભતી નથી
થોભવાની વાત કદાચ આ શહેરને શોભતી જ નથી
અજબ ગઝબની વસ્તુ ઓ ઘટ્ના ઓ અને લોકોથી ભરેલા
આ શહેરમાં ચર્ચા પણ અજીબ થાય છે
ચાલવાની જગ્યાથી લઇ, તરવાના પાણી સુધી
વસ્તુની તો વાત છોડો અહિ પીવાનુ પાણી પણ વેચાય છે
આવાજ કેટ્લાક પળોમાં મુંબઇકરનુ જીવન પરોવાય છે
વિરારથી ચર્ચગેટ અને થાણેથી વી.ટી સુધી
મારા જેવા લાખો મુંબઇકરનું જીવન પુરૂ થઇ જાય છે
