તારા વિના
તારા વિના
જીવનમાં એકલતા જ કોરી ખાય છે તારા વિના,
મકસદ જિંદગીનો ક્યાં સમજાય છે તારા વિના,
આમ આવીને મારી સૂની જિંદગી મહેકાવી ગઈ,
તારી વિદાય મને અકળાવી જાય છે તારા વિના,
હતું મારું જીવન સહરાના રણ સમું તપ્ત સાવ,
તારું આગમન હજુ મમળાવી જાય છે તારા વિના,
બનીને કોકિલા આવી મુજબાગે વસંત વિકસાવી,
યાદોથી બસ મન આજે કેટલું મૂંઝાય છે તારા વિના,
પકડી એકમેકનો હાથ જીવન આસાન લાગતું મને,
શાંત મનને એ વિહ્વળ બનાવી દુઃખાય છે તારા વિના.