STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

સવાર

સવાર

1 min
177

આભે લાલિમા દેખાય સવાર ઊગતાંની સાથે,

રવ પંખીનો સંભળાય સવાર ઊગતાની સાથે,


દિશા પ્રાચી ઉજ્જવળ દીસે રવિ કિરણો થકી,

જાગે માનવ સમુદાય સવાર ઊગતાંની સાથે,


મંદિરે પાઠપૂજાને સ્તોત્ર સ્તવન મંગળા આરતી,

સૂર ભજનના ઊભરાય સવાર ઊગતાંની સાથે,


'ચ્હા' ઊડાડે સુસ્તીને સંચારે સ્ફૂર્તિ તનબદનમાં,

નૂતન આશા પ્રગટી જાય સવાર ઊગતાંની સાથે,


ઘરઆંગણે પારેવાં ચણ ચણી ઘૂઘવાટ કરતાં,

હલક દૂધવાળાની પરખાય સવાર ઊગતાંની સાથે.


Rate this content
Log in