STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

સ્વ વફાદારી

સ્વ વફાદારી

1 min
538

હું મારી નિજજાતને વફાદાર છું,

સંયમ નિયમ બાબતે ધારદાર છું,


સત્ય સદાય મુજ વાણીથી ટપકે,

નિજાનંદની વાતે હું સદાબહાર છું,


પરમેશ મારા નથી માત્ર પ્રતિમામાં,

માનવમાત્રમાં જોઈ રહું આકાર છું,


ન રાખી શકું કિન્નાખોરી કોઈ વિશે,

વર્તનની વાતે ઈશનો વારસદાર છું,


માફી તલબગાર છું મારી ભૂલો થકી,

સંઘર્ષમાં બની રહેનારો પડકાર છું.


Rate this content
Log in