STORYMIRROR

Neha Purohit

Others

3  

Neha Purohit

Others

સૂર્યોદય થાય છે

સૂર્યોદય થાય છે

1 min
13.8K


સૂર્યોદય થાય છે,

પંખી પાંખો ફફડાવતાં નીકળી પડે છે,

દૂ...ર મંદિરમાં ઝાલર ,

પડોશમાં સ્કૂલવૅનની રાહ જોતા

નાના બાળકનાં સ્કૂલશુઝ પહેરેલાં પગથી હીંચકાનું ઠેલાવું,

બાજુનાં ઘરનાં રસોડામાં

સાણસીનો ખખડાટ અને ચાયની સુવાસ,

શેરી વાળવા આવતી બાઈનો એકસરખો ફરતો સાવરણો,

છાપાવાળાના હાથે એકએક આંગણામાં લયબદ્ધ ફેંકાતા છાપાં,

તાજું પાણી ભરેલા કૂંડા પર આવતો કોયલો,

માળામાં બચ્ચાને ખવડાવવા આવતી મા,

શેરીમાં રઘવાઈ ગાયોની દોડધામ...

હા, આ બધો જ ધ્વનિ મને જીવંત હોવાની પ્રતીતિ કરાવે છે -

જ્યારે હું પતંગિયા જેવી મૌન હોઉં છું !


Rate this content
Log in