STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

સુખી થયો છું

સુખી થયો છું

1 min
516

કહું છું વાત એક મજાની, સુખી થયો છું હું,

મળેલાંને મબલખ માની, સુખી થયો છું હું,


નથી અસંતોષની રેખા સુદ્ધાયે ચ્હેરે દેખાતી,

હોય ફિકર મને હવે શાની ? સુખી થયો છું હું,


અંતરે નથી વસવસો ના મળેલાંનો કદીએ, 

સંતોષ એ જ વાત મુદાની, સુખી થયો છું હું,


નિજાનંદે સદાય મસ્તીમાં જીવી રહ્યો છું હું, 

માનું એને ઇશની મહેરબાની, સુખી થયો છું હું,


થાય છે હરિભજન એની કૃપાદ્રષ્ટિ થકીને,

નથી વાત કૈં સૂની કે નાની, સુખી થયો છું હું,


ઉરે વસે અવિનાશીને કિતાબ ખુલ્લી છે મારી,

મને ગમતી આવી જિંદગાની, સુખી થયો છું હું,


સ્ફુરે છે વળી નૂતન વિચારો પ્રેરણા પરમેશની,

રહેતી નથી વાત કોઈ છાની, સુખી થયો છું હું. 


Rate this content
Log in